HomeAhmedabadઆજે રમાશે IPL-2023ની ફાઈનલ મેચ

આજે રમાશે IPL-2023ની ફાઈનલ મેચ

રવિવારની મેચની ટીકીટ માન્ય ગણાશે

અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને IPL ૨૦૨૩ની ફાઈનલ મેચ માં એન્ટ્રી કરી હતી. સ્ટેડીયમમાં ભારે ભીડ અને ક્રિકેટ રસિયાઓ ઉમટી પડ્યા હતા પરંતુ ભારે વરસાદને કારણે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. IPL અને BCCI એ જાહેરાત કરી છે કે 29 મે રીઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે અને ફાઈનલ મેચ આજે રમાશે .

આયોજકોએ જણાવ્યું છેકે રવિવારે લીધેલી મેચની ટીકીટ માન્ય ગણાશે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ફાઈનલ મેચને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો . પરંતુ ભારે વાવાઝોઝા સાથે વરસાદે મેચની મજા પર પાણી ફેરવી દીધું હતું.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે પવન ફૂંકાશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે . જોવાનું એ રહે છેકે આજે રમાનારી ફાઈનલમાં મેઘરાજા મેચ રદ કરાવશે કે બંને ટીમોની વચ્ચે ટ્રોફી શેર કરાવશે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments