સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને સેશન્સ કોર્ટમાંથી મોટી રહાત મળી છે. ઉશ્કેરણીજનક ભાષણ આપાવાના કેસમાં કોર્ટે સજાનો આદેશ રદ્દ કરી દીધો છે. ઉશ્કેરણીજનક ભાષણનો આ એ જ કેસ છે જેમાં કોર્ટે આઝમ ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આઝમ ખાને સજાના વિરુદ્ધમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.સેશન્સ કોર્ટે મેજીસ્ટ્રેટ ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને રદ્દ કર્યો છે.