પહલગામમાં રાફટિંગ સમયે બે ગુજરાતીના મોત

0
342

ઉનાળામાં ગુજરાતીઓ જમ્મુ-કાશ્મીર ફરવા જાય છે.ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ફરવા ગયેલા બે ગુજરાતીઓ સાથે કરૂણ ઘટના ઘટી છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં રિવર રાફટિંગ દરમ્યાન ડૂબી જવાથી બે ગુજરાતીઓના મોત નીપજ્યાં છે. બન્ને ગુજરાતીઓ અમદાવાદના કૃષણનગર વિસ્તારાના રહેવાસી છે. પહેલગામમાં રિવરરાફટિંગ અકસ્માતમાં બે ગુજરાતીઓના મોત નીપજ્યાં છે.જ્યારે અન્ય એકને બચાવી લાવામાં આવ્યો છે. મૃતકની ઓળખ પટેલ શર્મીલા બેન અને પટેલ ભીખા ભાઈ તરીકે થઈ છે.