ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

0
157

સતલાસણા-ખેરાલુના ૫૩ ગામોના કુલ ૭૪ જળાશયો ભરવામાં આવશે

યોજના પાછળ ૩૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ગુજ્રરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બે તાલુકા સતલાસણા અને ખેરાલુના જળાશયો ભરવાની જાહેરાત કરી છે. કુલ ૫૩ ગામોના તળાવો અને ચેકડેમ મળીને કુલ 74 તળાવો, ચેક ડેમ પાણીથી ભરવાનો ખેડૂત હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. ધરોઈ બંધના પાણીના આ બે તાલુકાના ગામોમાં ઉપયોગ માટે નવીન પાઈપલાઈન નાખીને તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 53 ગામોના તળાવો અને 8 ચેકડેમને સીધા જોડાણથી તથા 8 તળાવો અને 5 ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ 74 તળાવો-ચેકડેમ દ્વારા 5808 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે. આ માટે રાજ્ય સરકાર 317 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.