ઝાલાવાડ પંથકમાં ઉનાળો શરુ થતા પાણીના પોકાર

0
313

મહિલોએ લીંબડી હાઇવે ચક્કાજામ કર્યો

ઝાલાવાડ પંથકમાં ઉનાળાની શરૂઆત થતાજ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ધોમધખતા ખરા બપોરે તાપમાનનો પારો જયતે 42 ડીગ્રી કરતા પણ ઉંચે પહોચતો હોય ત્યારે મહિલાઓ માટે બેડા લઈને પાણી માટે વલખા મારતી જોવા મળી રહી છે.

સુરેન્દ્ર નગરના લીંબડી હાઇવે પર નાના અંકેવાળીયા ગામે મહિલાઓએ તંત્ર સામે હલ્લાબોલ કર્યો અને હાઇવે પર થાળી વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. મહિલાઓ જયારે હાઇવે પર વિરોધ પ્રદર્શન કરી રહી હતી ત્યારે 3 કિલો મીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.

સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાઓએ તંત્ર સામે મોરચો માંડતા હર ઘર નળ યોજના કે પીવાના પાણી ગામડે ગામડે પહોચાડ્યાના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે.

ધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ