સોનિયા ગાંધીના નિવેદન અંગે ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ

0
165

ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવેદન પર ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે  કર્ણાટકની “પ્રતિષ્ઠા અને  અખંડિતતા” માટે કોઈને ખતરો ઉભો કરવાની મંજૂરી આપશે નહીં. આ ફરિયાદને લઈને ભાજપનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ચૂંટણી પંચને મળવા પહોંચ્યું હતું. શનિવારે હુબલીમાં એક ચૂંટણી રેલીમાં સોનિયા ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષે “6.5 કરોડ કન્નડ લોકોને મજબૂત સંદેશ આપ્યો છે.” પાર્ટીએ તેમનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં સોનિયા ગાંધી સંબોધન કરતા જોવા મળે છે. કોંગ્રેસે સોનિયાના નિવેદનનો ઉલ્લેખ કરતા ટ્વીટ કર્યું હતું કે, “કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતા માટે જોખમ ઊભું કરવા દેશે નહીં.”