વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના પ્રથમ ક્વાર્ટરમાં સોનાની માંગને લઈને રીપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ, ભારતમાં જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં સોનાની માંગમાં ૧૭ ટકા ઘટીને ૧૧૨.૫ ટન થઇ હતી. ગત વર્ષે આ ગાળામાં સોનાની માંગ ૧૩૫.૫ ટન રહી હતી. સોનાના ઊંચા ભાવ અને વોલેટીલીટીને કારણે સેન્ટીમેન્ટ નબળું પડ્યું હતું અને ગોલ્ડ જ્વેલરીની માંગ પણ ઘટીને ૭૮ ટન રહી હતી. જે ગત વર્ષે આ ગાળામાં ૯૪.૩ ટન હતી. આમ ગોલ્ડમાં રોકાણ ઘટ્યું હતું.