ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો કારમો પરાજય

0
40

મુંબઈ – ૧૩૯/૮, ચેન્નાઈ – ૧૪૦/૪ 

૧૪ બોલ બાકી રાખીને ચેન્નાઈએ ૬ વિકેટે મુંબઈને હરાવ્યું

IPL 2023ની ૪૯મી મેચ એમ. ચિદમ્બરમ સ્ટેડીયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈનો ૬ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ એલક્લાસિકો મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મુંબઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં મુંબઈ બેટિંગ અને બોલિંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું. મુંબઈ પ્રથમ ૩ વિકેટ માત્ર ૧૪ રનના સ્કોરે જ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા ફરી બેટિંગમાં નિષ્ફળ ગયો હતો. રોહિત શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. મુંબઈ તરફથી એક માત્ર નેહલ વાઢેરાએ શાનદાર ઇનિંગ રમી હતી. નેહલે ૫૧ બોલમાં ૬૪ રનની ઇનિંગ રમી હતી. નેહલ સિવાય મુંબઈના તમામ બેટ્સમેન સારો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા. મુંબઈએ ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૩૯ રન ફટકાર્યા હતા અને ચેન્નાઈને ૧૪૦ રનનું લક્ષ્ય આપ્યું હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. ચેન્નાઈએ પોતાની પ્રથમ વિકેટ ૪૬ રને ગુમાવી હતી. ગાયકવાડ ૩૦ રન ફટકારી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ૧૬.૩ ઓવરમાં ચેન્નાઈએ ૪ વિકેટના ભોગે ૧૩૦ રન ફટકાર્યા હતા. ચેન્નાઈએ ૧૪ બોલ બાકી રાખીને મેચમાં ૬ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. ચેન્નાઈએ ૧૭.૪ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૪૦ રન ફટકારી લક્ષ્ય હાંસલ કર્યું હતું. આમ ધોની બ્રિગેડ સામે રોહિતના મહારથીઓ ફરી નિષ્ફળ ગયા હતા. ચેન્નાઈ તરફથી પાથીરાનાએ સર્વાધિક ૩ વિકેટ, જ્યારે ચહરે અને દેશપાંડેએ ૨-૨ વિકેટ ઝડપી હતી. મુંબઈ તરફથી પીયુષ ચાવલાએ ૨ વિકેટ ઝડપી હતી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.