SCOની બેઠકમાં ભારતની પાકિસ્તાનને સ્પષ્ટ વાત

0
259

આતંકવાદને ચલાવી નહીં લેવાય, તેની નાબૂદી જ અમારી પ્રાથમિકતા : એસ. જયશંકર

ટેરર ફન્ડિંગ પર સકંજો કસવો પડશે, તે જ SCOનો મૂળ ઉદ્દેશ : એસ. જયશંકર

ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે, SCOની બેઠક યોજાઈ છે, જેમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે SCOમાં સમાવિષ્ટ દેશોના વિદેશમંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ બેઠક અટેન્ડ કરવા માટે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો પણ ભારત આવ્યા છે. આ બેઠકમાં એસ જયશંકરે પાકિસ્તાનની હાજરીમાં જ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, “આતંકવાદ સમગ્ર માનવતા માતાએ સૌથી મોટો ખતરો છે. તેને ચલાવી નહીં લેવાય. કારણ કે, હજુ પણ આતંકવાદનો અંત આવ્યો નથી. આતંકવાદનો સામનો કરવા ટેરર ફન્ડિંગ પર સકંજો કસવો પડશે અને આતંકવાદનો મુકાબલો કરવો એ જ SCOનો મૂળ ઉદ્દેશ છે અને તે જ અમારી પ્રાથમિકતા છે.”