HomeBreaking Newsમધ્યપ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લાંછન લગાવતી ઘટના

મધ્યપ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લાંછન લગાવતી ઘટના

મુરૈનામાં જમીન વિવાદને લઇ બે જૂથ વચ્ચે અથડામણ

એક જ પરિવારના ૬ લોકોની હત્યા

ઘટનાને લઇ એમપી પોલીસે વધુ કાર્યવાહી ધરી

મધ્યપ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લાંછન લગાવનાર કિસ્સો સામે આવ્યો છે. MPના મુરૈનાના લેપ ભીડોસા ગામે ચકચારી ઘટના બની છે. અહીં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે ભીષણ અથડામણ થઇ છે. આ બન્ને જૂથના લોકોએ લાકડીઓ વડે એકબીજા પર હૂમલો કર્યો હતો અને ફાયરીંગ પણ કર્યું હતું, જેમાં ૧ જ પરિવારના ૬ લોકોના કરુણ મોત નિપજ્યા છે. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ૩ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પરિવાર રફુચક્કર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. આરોપીઓ પર કાર્યવાહી હાથ ધરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments