PM મોદી ૧૨ મે ના રોજ ફરી માદરે વતન આવશે

0
45

પીએમ મોદી અમદાવાદને રૂ. ૧૪૦૦ કરોડની વિકાસ કાર્યોની ભેટ આપશે

ગાંધીનગરમાં શિક્ષકોના અધિવેશનમાં પણ હાજરી આપશે પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ મે ના રોજ ગુજરાત પ્રવાસે આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ અમદાવાદમાં જૂદા જૂદા વિસ્તારોમાં રૂ. ૧૪૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. અમદાવાદ શહેરના વાડજ, સત્તાધાર અને નરોડા જંકશન ખાતે રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે બનનારા નવા ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહુર્ત  તેમજ ડ્રેનેજ અને ઝૂંપડપટ્ટી પુન: સંત યોજના હેઠળ બનનારા આવાસ યોજનાના મકાનોનું પણ ખાતમુહુર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ મોદી બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમમાં રૂ. ૭૮.૮૮ કરોડના ૩૦ MLDના STP પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેઓ ગોતામાં રૂ. ૨૮.૬૩ કરોડના નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન, SP રીંગ રોડ પર રૂ. ૧૮૪. ૭ કરોડની પાઇપલાઈન, PMJY સહીત યોજના હેઠળ રૂ. ૬૮.૫૮ કરોડના EWS મકાનો, નરોડામાં રૂ. ૨૬૭.૬૭ કરોડના ફ્લાયઓવર, સત્તાધાર ખાતે રૂ. ૧૦૩.૬૩ કરોડના ફ્લાયઓવર, શહેરના જૂદા જૂદા વિસ્તારોમાં રૂ. ૬૪૧.૦૨ કરોડના ખર્ચે ટી.પી રોડ રિગ્રેડ કરી રિસરફેસ કરવાના કાર્યોનું ખાતમુહુર્ત કરશે. પીએમ મોદી ગાંધીનગરમાં શિક્ષકોના અધિવેશનમાં હાજરી પણ આપશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.