વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ થયા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે મન કી બાતએ મારા માટે કાર્યક્રમ નથી પરંતુ તે મારા માટે આસ્થા-પૂજા અને વ્રત સમાન છે. જેનાથી હું દેશવાસીઓ સાથે સતત જોડાયેલો રહું છું. વડાપ્રધાને આ કાર્યક્રમમાં દિકરી સાથેની સેલ્ફીનો ઉલ્લેખ કર્યો તે બાદ તેમને જમ્મુ અને કાશ્મીરની પેન્સિલ સ્લેટનો ઉલ્લેખ કર્યો હતો.સાથે જ વડાપ્રધાને કહ્યું કે આ કાર્યક્રમ થાકી મેક ઇન ઇન્ડિયા પ્રોડકટ વિશ્વની સામે ઉભરીને આવી છે. બીજી તરફ મન કી બાત કાર્યક્રમને લઈને સમગ્ર દેશવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ નજરે પડ્યો હતો.
50 વર્ષ પહેલ ઘર છોડીને દેશની જનતાની સેવામાં જોડાયો : વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જયારે હું ૨૦૧૪માં દિલ્હી આવ્યો ત્યારે મે જોયું તો અનુભવ્યું કે અહિયાં કામ કરવાનું ફોરમેટ આખું અલગ છે. સમય મર્યાદાથી લઈને સુરક્ષા વ્યવસ્થા બધું જ અલગ છે. શરૂઆતના દિવસોમાં તો હું અહિયાં ખાલીપો અનુભવતો હતો , પરંતુ દેશવાસીઓ જ સર્વસથ છે તેમનાથી અલગ ના રહી શકાય અને મન કી બાત કાર્યક્રમ થકી હું તમારા બધા સાથે જોડાયો, અને આ આ લાગણી મારા માટે અભિન્ન અંગ સાબિત થઇ હતી.
100 રૂપિયાનો સિક્કો બહાર પડાયો
મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા છે. જેને યાદગર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 100 રૂપિયાનો સિક્કો પણ બહાર પડયો છે.
મન કી બાત કાર્યક્રમ ક્યાં ક્યાં પ્રસારિત થયો ?
મન કી બાત કાર્યક્રમ એક હજારથી વધુ અલગ અલગ પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવ્યો હતો. ટીવી રેડિયો જેવા અનેકો પ્લેટફોર્મ પર આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબામાં સાથે કરી હતી મન કી બાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે મારા માર્ગદર્શક લક્ષ્મણ રાવ હતા. જેઓએ કહ્યું હતું કે આપણે હમેશા બીજાના ગુણની પૂજા કરવી જોઈએ. જેમની આ વાત મને અન્ય લોકો પાસેથી ઘણું બધું શીખવાની પ્રેરણા આપે છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે જયારે મે ઓબામાં સાથે મન કી બાત કાર્યક્રમ કર્યો હતો તે દુનિયામાં ખુબજ ચર્ચાયો હતો. મન કી બાત કાર્યક્રમ મારા માટે બીજાના ગુણોની પૂજા કરવાની તક આપે છે, જેનાથી હું સતત દેશવાસીઓ સાથે જોદાતેલો રહું છું.
જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ