અંતરીક્ષ ક્ષેત્રે ઈસરોની વધુ એક સિદ્ધી

0
169

ઈસરોએ સિંગાપોરના ૨ ઉપગ્રહને લોન્ચ કર્યા

અંતરીક્ષ ક્ષેત્રે ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લોન્ચ કર્યું છે. આ રોકેટે સિંગાપોરના બે મોટા ઉપગ્રહો અને ઈન-હાઉસ પ્લેટફોર્મ સાથે ઉડાન ભરી હતી. PSLV-C55 મિશનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પીએસએલવીની આ 57મી ઉડાન છે. આ મિશનને TeLEOS-2 નામ આપવામાં આવ્યું હતું. આ રોકેટ 741 કિલોગ્રામના ઉપગ્રહ TeLEOS-2 અને 16 kg વજન ધરાવતા Lumilite-4 સેટેલાઈટને ઓર્બિટમાં મોકલવા છોડવામાં આવ્યું છે.