ઈદગાહ મેદાન ખાતે ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરાઈ

0
176

ઈફતાર બાદ ઈદનો ચાંદ નજરે પડતા આજે  ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી છે. ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે શુક્રવાર તારીખ 21 એપ્રિલ 2023ના રોજ રમઝાનનો છેલ્લો અલવિદા રોઝા પણ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી જાય છે અને ઘરઆંગણે પણ ઈદની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ જાય છે. ઈદના દિવસે લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જાય છેઅને નમાઝ અદા કરે છે અને અલ્લાહને શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરે છે. દેશના વિવિધ ભાગોમાં આવેલી મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવે છે. ત્યારે ભરૂચમાં આવેલ ઇદગાહ મેદાન ખાતે ઈદની નમાજ અદા કાર્ય બાદ એકબીજાને ખુશીથી ગળે લગાવી અને શુભેચ્છાઓ આપે છે