Home State Gujarat Tragedy in Vadodara:કાળ બનીને આવી રફતાર: વડોદરામાં પેટ્રોલ પંપના મશીન સાથે બાઈક...

Tragedy in Vadodara:કાળ બનીને આવી રફતાર: વડોદરામાં પેટ્રોલ પંપના મશીન સાથે બાઈક અથડાતા 19 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો

0
317
Tragedy in Vadodara

Tragedy in Vadodara: સંસ્કારી નગરી વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના મહાવીર ચાર રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહેલા એક 19 વર્ષીય યુવકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેનું બાઈક સીધું પેટ્રોલ પંપના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.

Tragedy in Vadodara

Tragedy in Vadodara: શું છે સમગ્ર ઘટના?

વડોદરાના કલાલી ગામના ચાણક્યનગરીમાં રહેતો આદિત્યકુમાર રાજેન્દ્રભાઈ પરમાર (19) વ્યવસાયે કેમેરા ફિટિંગનું કામ કરતો હતો. ગત 21 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તે પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો. દુધેશ્વર સોસાયટી સામે આવેલા ખાનગી પેટ્રોલ પંપ પાસે પહોંચતા જ તેની બાઈકની ગતિ એટલી બેફામ હતી કે તે કાબૂ ગુમાવી બેઠો અને રોડની બાજુમાં આવેલા હવા પુરવાના મશીન સાથે જોરદાર ટક્કર થઈ હતી.

Tragedy in Vadodara: CCTVમાં કેદ થઈ ભયાનક ટક્કર

ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય તેવા છે.

  • આદિત્યની બાઈકની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર થતાની સાથે જ તે ફંગોળાઈ ગયો હતો.
  • અકસ્માત સમયે બાજુમાં ઉભેલી એક મહિલા પણ આ ધડાકો જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી.
  • સદનસીબે અન્ય કોઈ વ્યક્તિ તે સમયે મશીન પાસે હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
Tragedy in Vadodara

Tragedy in Vadodara: સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો

અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ આદિત્યની મદદે દોડી આવ્યા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે ડૉક્ટરો સારવાર શરૂ કરે તે પહેલા જ આદિત્યએ દમ તોડી દીધો હતો. પાણીગેટ પોલીસે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર: ભારત-પાકિસ્તાન વચ્ચે 14 જૂને હાઈ-વોલ્ટેજ જંગ, પ્રથમ વખત 12 ટીમો ટકરાશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે