HomeDeshરાહુલ ગાંધી લોકસભા સચિવાલયને બંગલો સોંપશે

રાહુલ ગાંધી લોકસભા સચિવાલયને બંગલો સોંપશે

સાંસદ છોડ્યા બાદ રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. 14 એપ્રિલે રાહુલે પોતાનો સામાન સોનિયા ગાંધીના જનપથ ખાતેના ઘરે શિફ્ટ કર્યો હતો.પરંતુ તેમને પોતાનું સંસદ પદ છોડ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એટલેકે શનિવારે પોતાનો સત્તાવાર બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે શુક્રવારે બંગલામાંથી તમામ સામાન ખાલી કરી દીધો હતો. અને હવે તેઓ  તેમની માતા સોનિયા ગાંધી સાથે તેમના ઘરે રહે છે. રાહુલ પહેલીવાર 2004માં અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી તેઓ તુગલક રોડ લેન પર સ્થિત એક જ સરકારી બંગલામાં રહેતા હતા. સૂત્રોનું કહેવું છે કે રાહુલ પોતાની ઓફિસ માટે નવી જગ્યા શોધી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments