HomeDeshવડાપ્રધાને અધિકારીઓને કર્યા સન્માનિત

વડાપ્રધાને અધિકારીઓને કર્યા સન્માનિત

શુક્રવારે વિજ્ઞાન ભવનમાં આયોજિત 16મા ‘સિવિલ સેવા દિવસ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને જાહેર વહીવટમાં ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરવા બદલ 15 સિવિલ સેવા અધિકારીઓને ‘પ્રધાનમંત્રી શ્રેષ્ઠતા ચંદ્રક’ એનાયત કર્યા હતા. વડાપ્રધાને કાર્યક્રમમાં શિક્ષા અભિયાને ‘પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2022’ પર કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં આ તે સમય છે જ્યારે દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે આ વર્ષનો સિવિલ સર્વિસ ડે ખૂબ જ મહત્વપૂર્ણ છે. . હું આજે ભારતના દરેક સિવિલ સર્વિસ ઓફિસરને આ કહીશ કે તમે ખૂબ નસીબદાર છો. તમને આ સમયગાળામાં દેશની સેવા કરવાની તક મળી છે, આપણી પાસે સમય ઓછો છે પણ આપણી પાસે ઘણી ક્ષમતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments