HomeGujaratતસ્કરો ત્રાટક્યાની ઘટનામાં વધારો

તસ્કરો ત્રાટક્યાની ઘટનામાં વધારો

રાજ્યમાં તસ્કરો ત્રાટક્યાની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે ત્યારે વલસાડમાં પણ તસ્કરોને ત્રાટકવાની ઘટના સામે આવી છે વલસાડમાં કલેક્ટર કચેરી સામે જ ચોરીની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે. કલેક્ટર કચેરી સામે બંધ બંગલામાં તસ્કરો હાથફેરો કરી ફરાર થઇ ગયા છે. બંધ બંગલામાં રસોડા  પાસેનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને  રોકડ રકમ સહિત 5.66 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા છે. સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments