HomeVideshયમનની રાજધાની સનામાં નાસભાગ મચી, 85થી વધુ લોકોના મોત

યમનની રાજધાની સનામાં નાસભાગ મચી, 85થી વધુ લોકોના મોત

બુધવારે મોડી રાત્રે યમનની રાજધાનીમાં એક નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી.જેમાં 85થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 322થી વધુ લોકો ઘાયલ થયા છે.ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.મૃતકોની સંખ્યા વધુ વધી શકે છેહૂતિ સેનાના ગૃહમંત્રાલયે કહ્યું કે, જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના ત્યાંના વેપારીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોએ ભાગ લીધો હતો.હૂતિ સૈનિકોએ ભીડને કાબૂમાં લેવા હવામાં ગોળીબાર કર્યો, જેના કારણે પાવર લાઇનમાં વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટથી ગભરાઈ ગયેલા લોકો આમ-તેમ દોડવા લાગ્યા અને એકબીજાને કચડતા ગયા. બે દિવસ પછી જ ઈદ આવવાની છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને આ આર્થિક મદદ આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments