પાકિસ્તાનીઓ પર વધુ એક મોંઘવારીનો બોમ્બ ઝીંકાવાની તૈયારી

0
155

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં રૂ. ૧૪નો વધારો થવાની શક્યતા

આર્થિક રીતે કંગાલ પાકિસ્તાન હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તે વચ્ચે પાકિસ્તાનીઓ પર વધુ એક મોંઘવારીનો બોમ્બ ઝીંકાવાની તૈયારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 14 રુપિયા સુધીનો વધારો થઇ શકે છે. આ ભાવ વધારો લાગુ પડતા જ પાકિસ્તાનમાં પેટ્રોલ પ્રતિ લિટર 287 રુપિયા થઈ જશે. હાલમાં અહીં પેટ્રોલની કિંમત 272 રુપિયા પ્રતિ લિટર છે. પાકિસ્તાની સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર 50 રુપિયા ટેક્સ પણ લઈ રહી છે.