વિશ્વવિખ્યાત રેત શિલ્પકાર સુદર્શને બનાવ્યું હનુમાનજીનું રેતી શિલ્પ

0
517

સેન્ડ આર્ટ દ્વારા બનાવ્યું ખુબ સુંદર અનોખા સ્વરૂપમાં શિલ્પ

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ભક્તોમાં હનુમાન જયંતિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાન જયંતિના શુભ અવસર પર, આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર ભગવાન હનુમાનનું સુંદર રેતી શિલ્પ બનાવ્યું છે. તેમણે રેતી દ્વારા ભગવાન હનુમાનને ખૂબ જ અનોખા સ્વરૂપમાં કોતર્યા છે. સાથે જ તેણે આર્ટવર્કમાં થોડો રંગ ઉમેરી તેને વધુ સુંદર બનાવ્યો છે. હનુમાનજીના દર્શન કરવા માટે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. હનુમાન જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે.