ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ભારતનો અભૂતપૂર્વ વિકાસ : IMF
ડીજીટલ ઈન્ફ્રા થકી મોદી સરકારે કોરોનામાં પણ પોતાની પ્રજાને સાચવી : IMF
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ભારત સરકારની ભરપુર પ્રશંસા કરી છે. IMFએ કહ્યું છે કે, ભારતે પોતાના ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે પોતાની વિકાસ યોજનાઓને શાનદાર વેગ આપ્યો છે. ભારતે તેના થકી જનકલ્યાણની અનેક યોજનાઓને દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ થતા તેના આધારે ભારત સરકારે કોરોના જેવી વૈશ્વિક મહામારીની સ્થિતિમાં પણ પોતાની પ્રજાની પૂરી કાળજી રાખી છે.”