HomeBreaking Newsલોકસભા ચૂંટણી પહેલા કેરળમાં કોંગ્રેસને મોટો ઝટકો

લોકસભા ચૂંટણી પહેલા કેરળમાં કોંગ્રેસને મોટો ઝટકો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રીના પુત્રની ભાજપમાં એન્ટ્રી

એ.કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ કેસરિયો ખેસ ધારણ કર્યો

અનિલના વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા : પીયુષ ગોયલ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કેરળ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના પૂર્વ કન્વીનર અનિલ એન્ટની કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, વી મુરલીધરન, કેરળ બીજેપી અધ્યક્ષ કે. સુરેન્દ્રનની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે,  “અનિલ એન્ટની બહુમુખી વ્યક્તિત્વ છે, જ્યારે મેં અનિલ એન્ટનીના ઓળખપત્રો જોયા ત્યારે હું ખૂબ પ્રભાવિત થયો હતો. તેમના વિચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા જ છે.” ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002ના ગુજરાત રમખાણો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીના વિવાદને પગલે અનિલ એન્ટનીએ જાન્યુઆરીમાં કોંગ્રેસ છોડી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments