HomeDeshકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંસદ સત્રના છેલ્લા દિવસે અદાણીના મુદ્દે વિપક્ષી દળો સાથે ત્રિરંગા માર્ચ કાઢીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર પ્રહાર કર્યાં હતાં.મલ્લિકા અર્જુન ખડગે કહ્યું હતું કે મોદી સરકાર લોકશાહીની ઘણી વાતો કરે છે પરંતુ તે લોકશાહીને કોઈ મહત્વ નથી આપતી.કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે માત્ર 2.5 વર્ષમાં અદાણીની સંપત્તિ અઢી વર્ષમાં 12 લાખ કરોડ કેવી રીતે થઈ. તેમણે કહ્યું કે, 50 લાખ કરોડનું બજેટ માત્ર 12 મિનિટમાં કેવી રીતે પાસ થઈ ગયું. અમે હંમેશા તેમને આ પ્રશ્નો પૂછતા, પરંતુ જ્યારે પણ અમે બોલવા ઊભા થયા, નોટિસ આપી, માગણી કરી, ત્યારે તેમણે અમને બોલવા દીધા નહીં. હું 50-52 વર્ષથી રાજકારણમાં કામ કરી રહ્યો છું, આવો સમય   આ પહેલા ક્યારેય જોયો નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments