HomeDeshસિક્કીમમાં થયેલ હિમસ્ખલનમાં મોતનો આંકડો વધ્યો

સિક્કીમમાં થયેલ હિમસ્ખલનમાં મોતનો આંકડો વધ્યો

સિક્કિમમાં થયેલ  હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. જયારે ફસાયેલા લોકો માટે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સિક્કિમના નાથુલા પાસે હિમસ્ખલનમાં ફસાયેલા પ્રવાસીઓની  બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે મંગળવારે રાત્રે બચાવ  કામગીરી અટકાવ્યા બાદ બુધવારે સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.માહિતી મુજબ  અત્યાર સુધીમાં હિમસ્ખલનના કારણે 7 લોકોના મોત થયા છે. જયારે હજુ પણ ઘણા લોકો બરફમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.સિક્કિમમાં થયેલ  હિમપ્રપાત સમાચારને એસ જયશંકરે દુઃખદ ગણાવી ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments