POKમાં શારદા પીઠ કોરિડોર ખોલવાના પ્રસ્તાવથી પાકના પેટમાં તેલ રેડાયું

0
361

ગૃહમંત્રીએ કાશ્મીરીઓને પીઓકેમાં ‘શારદા પીઠ’ અંગે આપી ખાતરી

કરતારપુર જેવા અન્ય કોરિડોર ખોલવાના ભારત સરકારના પ્રસ્તાવથી પાકિસ્તાન નારાજ છે,  કારણ કે આ યોજનાને પીઓકેમાં સમર્થન મળી રહ્યું છે. તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરીઓને પીઓકેમાં ‘શારદા પીઠ’ કોરિડોર ખોલવાના પ્રયાસોની ખાતરી આપી છે. પીઓકેની એસેમ્બલીએ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. અવામી મુસ્લિમ લીગે 29 માર્ચના રોજ પ્રસ્તાવ મૂક્યો હતો કે કાશ્મીરી પંડિતો માતા શારદાના મંદિરના દર્શન કરવા માટે એક કોરિડોર બનાવવો જોઈએ. ,જો કે, આ નિર્ણયથી પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિત નારાજ થયા છે અને  PoK નેતાઓની ટીકા કરી હતી. અહી ઉલ્લેખનીય છેકે  ઘણા વર્ષોથી કાશ્મીરની સેવ શારદા કમિટી શારદા પીઠ કોરીડોર ખોલવાની માંગ કરી રહી છે. ઉલ્લેખનીય છેકે  1500 જુનુ શારદાપીઠ મંદિર નીલ અને મધુમતી નદીનાં કિનારે આવેલું છે, પાકિસ્તાને 70 વર્ષથી અહીં કોઇ જ હિંદુને જવા નથી દીધા, કાશ્મીરી પંડિતો તેને કુળદેવી માને છે