માવઠાના વધુ એક રાઉન્ડ માટે રહો ખેડૂતો તૈયાર

0
168

6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી 

ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદની આગાહી 

ગુજરાતવાસીઓ હાલમાં બેવડી ઋતુનું અનુભવ કરી રહ્યા છે…એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચુકી છે છત્તા પણ વારંવાર વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે. રાજ્યમાં 6 અને 7 એપ્રિલના રોજ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગે અનુસાર વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે 6 અને 7 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે.  એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.