અમદાવાદીઓ હવે રહેજો ચેતીને , ન કરતા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન

0
38

6200 કેમેરાનો ઉપયોગ કરી ઇ-ચલણ મોકલાવશે

ટ્રાફિકના 16 નિયમ ભંગ બદલ અપાશે ચલણ 

અમદાવાદમાં હવે વાહન ખુબ સાચવીને ચાલવું પડશે કારણકે ટ્રાફિક નિયમ ભંગ બદલ હવે ઈ મેમો આવશે ઘરે , જી હા ટ્રાફિકના 16 નિયમ ભંગ બદલ ચલણઅપાશે જે અત્યાર સુધી ત્રણ નિયમના ભંગ બદલ અપાતો હતો. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે. ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. આ સાથે શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો ઈ-મેમો આવશે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.