બાબા બાગેશ્વર પણ થયા અચંબિત ! ગુજરાતના જુનાગઢના આર્ટિસ્ટ રજનીકાંત અગ્રાવતનો અનોખો રેકોડ નોંધાયો છે .બાબા બાગેશ્વર ધામના મહંત શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના 51પોર્ટ્રેટ્સ બનાવ્યા છે માત્ર 142 કલાકમાં અને આ પોર્ટ્રેટ ની વર્લ્ડ રેકૉર્ડ ઑફ ઇન્ડિયાએ નોંધ લીધી., જૂનાગઢના આર્ટિસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી વૉટર કલર પર કામ કરી રહ્યા છે . અને તેમાં ખાસ કરીને તેમને પોર્ટ્રેટ બનાવવા વધુ ગમે છે કંઈક નવું બનાવવાની ગણતરીથી રજનીભાઇ એ બાબા બાગેશ્વર ધામના મહંત શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના પોર્ટ્રેટ્સ બનાવવાનો સંકલ્પ કર્યો અને 142 કલાકમાં તેમના 51 પોર્ટ્રેટ્સ વૉટર કલર્સમાં તૈયાર કર્યા.આ 51 પેઇન્ટિંગ્સનો વર્લ્ડ રેકૉર્ડ ઑફ ઇન્ડિયા એ નોંધ લીધી. અને આ કામનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો.
રજનીકાંત અગ્રાવત કહે છે મારા કલાગુરુ વડોદરાના આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી રાજેન્દ્ર દિન્ડોરકરના માર્ગદર્શન અને આશીર્વાદથી હું મારા આ કામમાં સંપૂર્ણ રીતે સફળ થયો છું અને વર્લ્ડ રેકૉર્ડ પ્રાપ્ત કર્યો છે. આગામી સમયમાં બાબા બાઘેશ્વરના તમામ ચિત્રોના પ્રદર્શન મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં યોજાશે. આ ચિત્રોના વેચાણની રકમ સંપૂર્ણપણે ગરીબ કન્યાઓના લગ્ન માટે બાધેશ્વર ધામમાં અર્પણ કરવામાં આવશે.
ચિત્રકાર રજનીકાંત અગ્રવાત ચિત્ર સર્જન ઉપરાંત રિયાલિસ્ટિક રંગોળી ખુબ સરસ બનાવે છે . આ ચિત્રકાર રંગોની રમઝટ અને પાણીની અંદર અને પાણીની ઉપર રંગોળી બનાવે છે .જૂનાગઢના જાણીતા ચિત્રકાર રજનીકાંત અગ્રવાતની કલા તાલીમ શ્રેયાંશ ફાઈન આર્ટ માંથી અને કલાગુરુ ખ્યાતનામ રંગોળીકાર રાજેન્દ્ર ડીંડોરકર પાસેથી રંગોળી બનાવવાની તાલીમ લીધી છે. રજનીકાંત અગ્રવાત એ જૂનાગઢ માં ૩૦ વર્ષ થી કલા શિક્ષણ દ્વારા ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને તાલીમ આપી છે . વોટર કલર ,રંગોળી ,પેન્સિલ કલર જેવા વિવિધ માધ્યમો થી સુંદર કૃતિઓનું સર્જન શ રજનીકાંત અગ્રવlત કરી રહ્યા છે . તેમની રંગોળી પ્રદર્શન દરવર્ષે વિવિધ શહેરોમાં યોજાય છે .
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ તેમની કલાને માણી છે . થોડા વર્ષો પહેલા સાસણ ગીર ખાતે તેમની રંગોળી કલાને જોઈને મહાનાયક અમિતાભ બચ્ચને “વાહ ક્યાં બાત હૈ “શબ્દો થી નવાજી હતી . કલાકારોને સતત પ્રોત્સાહન આપતી ગુજરાત કલાપ્રતિષ્ઠાન દ્વારા નેશનલ આર્ટ કેમ્પ માં ગુર્જર કલા ભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું .