31ST Desember : થર્ટી ફર્સ્ટ , POLICE પોલીસ પાડી શકે રંગમાં ભંગ!

0
146
31ST Desember :  થર્ટી ફર્સ્ટ , પોલીસ પાડી શકે રંગમાં ભંગ!
31ST Desember

31ST Desember થર્ટી ફર્સ્ટ પર POLICE અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક POLICE પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી સાંજે 6 વાગ્યા બાદ POLICE શહેરનાં અમુક રસ્તાઓને ડાયરવર્ઝન આપવામાં આવ્યું છે. 31ST Desember તો કાંકરિયા કાર્નિવલ તરફનાં માર્ગો પર પાર્કીગ વાહનો પાર્ક કરી શકાશે નહી.

31ST Desember થર્ટી ફર્સ્ટને લઈ યુવાનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 31ST Desember અમદાવાદમાં થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ હાલ કાંકરિયા કાર્નિવલ ચાલતો હોઈ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવનાર હોઈ કાંકરિયા કાર્નિવલ તરફનાં માર્ગોને  નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન જાહેર કરવામાં આવેલ છે.  ત્યારે સવારે 8 વાગ્યાથી રાતનાં 1 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તેમજ આજે સીજી રોડથી નવરંગપુરા સ્ટેડિયમ, પંચવટી સુધીનો માર્ગ સાંજે 6 વાગ્યા બાદ મોટા વાહનો માટે પ્રવેશબંધી રહેશે.

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે લોકો મોટી સંખ્યામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા સાંજે 6 વાગ્યાથી સીજી રોડ પર આવેલ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો માર્ગ વાહનો માટે બંધ રહેશે. તેમજ વાહનોની અવર જવરથી ધમધમતા એસજી હાઈવે  પર રાત્રે 8 વાગ્યાથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

31ST Desember

31ST Desember : ટ્રાફિક કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે શું કહ્યું તે જાણો

આ બાબતે ટ્રાફિક કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, થર્ટી ફસ્ટ તેમજ કાંકરીયા કાર્નિવલને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  તે જ રીતે કાંકરીયા કાર્નિવલ બાદ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નાગરિકો વર્ષોથી મોટી સંખ્યામાં સીજી રોડ પર એકત્રિત થતા હોય છે. મધ્યરાત્રીએ જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે થર્ટી ફર્સ્ટની રાત્રીએ યુવક-યુવતીઓ એકત્રિત થઈ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.

જેથી સાંજે છ વાગ્યા થી સીજી રોડ તરફ જતા મહત્વનાં માર્ગો પર પ્રવેશબંધી કરવામાં આવેલી છે. જેથી ત્યાં વાહને અને માણસો એક સાથે એકત્રીત ન થાય. એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. થર્ટી ફર્સ્ટ અને નાતાલ આ બે રાત્રીએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને નેશનલ ટ્રીયુબ્યુનલનાં આદેશ અનુસાર ગ્રીન ફાયર કેકર્સનો જ ઉપયોગ કરવા અપીલ કરૂ છું.  તેમજ શાળા, કોલેજો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો જેને સાયલન્સ ઝોન તરીકે જાહેર કર્યા છે. તેવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ન ફોડવામાં આવે એ માટે તમામ નાગરિકોને અપીલ છે.

31ST Desember : થર્ટી ફર્સ્ટ ને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ.

થર્ટી ફર્સ્ટ ને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ. રાજસ્થાન ને જોડતી જિલ્લાની 8 ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ. રાજસ્થાન માંથી આવતા તમામ નાના મોટા વાહનોની તપાસ. રતનપુર, ઊંડવા, કાળીયાકુવા સહિત બોડર પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. થર્ટી ફર્સ્ટ લઈ બોડર વિસ્તાર માં 2 DYSp અને 9 PI નો બંદોબસ્ત. 380 પોલીસ કર્મી,135 હોમગાર્ડ જવાન અને 150 જી આર ડી જવાનો પણ બંદોબસ્તમાં . કોઈ કેફી પીણું કે પદાર્થ ગુજરાત માં ના ગુસે તે માટે કડક ચેકીંગ છે. . ગુજરાત – રાજસ્થાન સરહદે રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગ. બોડર નજીક ની હોટેલ તેમજ ગેસ્ટહાઉસમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

દારુ પીને રોડ પર છાકટા બનતા લોકોનો નશો ઉતારવા માટે પોલીસ તૈયાર

31ST Desember 2

31 ડિસેમ્બરે દારુ પીને રોડ પર છાકટા બનતા લોકોનો નશો ઉતારવા માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. નશાખોરોના રંગમાં ભંગ પાડવા માટે પોલીસે ચેકિંગ શરૂ કરી દીધું છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પાર્ટીને લઈને ગાંધીનગર રેન્જ વિભાગ દ્વારા સતર્કતાના ભાગરુપે તૈયારી કરવામાં આવી છે. ર્ટી ફર્સ્ટના દિવસે દારુ પીનારા અને દારુ પીને ડ્રાઈવ કરનારા લોકો સામે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીબાજો પર શી ટીમ સહિત પોલીસ જવાનો નજર રાખશે. શામળાજી બોર્ડરને લઇ પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખી ચાર જિલ્લાઓમાં પ્રોહીબિશનન ડ્રાઇવ રાખવામાં આવી છે. સાથે જ ગાંધીનગર પોલીસે ખાસ ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે અલગથી ઝુંબેશ હાથધરી છે.

31ST Desember 1

થર્ટી ફર્સ્ટને લઈ પોલીસે દારુની હેરફેર અને વેચાણને લઈ ધોંસ વધારી દીધી છે. અરવલ્લી જિલ્લો બોર્ડર એરિયા હોવાને લઈ દારુની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોવાને લઈ પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનો પર બાજ નજર રાખવી શરુ કરી છે. ખાસ કરીને શામળાજી હાઈવે પર બાજ નજર દાખવવામાં આવી રહી છે.

અરવલ્લી એલસીબીની ટીમ દ્વારા બે અલગ અલગ જગ્યાએ દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એક દારુનો જથ્થો ઘાસચારાની આડમાં સંતાડેલો હાથ લાગ્યો છે. જ્યારે અન્ય એક વાહનમાં દારુની હેરાફેરી કરતા એલસીબીની ટીમે ઝડપી લઈને કાર્યવાહી કરી છે.

સ્થાનિક એલસીબી ટીમને બાતમી મળવાને લઈ પીઆઈ કેડી ગોહિલ અને તેમની ટીમ દ્વારા બાતમી આધારે ભિલોડાના ધંધાસણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, યોગેશ ખેમજી કલાસવા પોતાના ઘરે વિદેશી દારુનો જથ્થો રાખીને વેચાણ કરે છે. જેને લઈ પોલીસે સ્થળ પર પહોંચીને તલાશી હાથ ધરી હતી.

જીવણપુર નજીકથી પીકપ ડાલુ ઝડપાયું

પેટ્રોલિંગમાં હોવા દરમિયાન બાતમી મળી હતી કે, એક પીક અપ ડાલામાં દારુનો જથ્થો મોડાસા તરફ લઈ જવાઈ રહ્યો છે. આ દરમિયાન એલસીબીની ટીમે જીવણપુર પાટિયા પાસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન પૂરપાટ દોડાવી ભગાડી મુક્યું હતુ. જોકે એલીસીબીની ટીમે પીછો કરીને જામાપુર નજીકથી ઝડપી લીધુ હતુ. જોકે પોલીસથી બચવા માટે રોડ સાઈડ વાહન છોડી ભાગવા જતા ટીમે બે આરોપીઓને ભાગવા જતા દોડીને પકડી લીધા હતા.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.