હિમાલયની ઇકોલોજીને બચાવવાનો પ્રયત્ન આર્ટ ફેસ્ટીવલમાં થયો
ભાષા, કલા અને સંસ્કૃતિ વિભાગ અને રાજ્ય સંગ્રહાલય દ્વારા 21-23 એપ્રિલ દરમિયાન આયોજિત ત્રણ દિવસીય હિમાચલ પ્રદેશ આર્ટ ફેસ્ટિવલમાં કલાકારો, વિદ્યાર્થીઓ, સ્થાનિકો અને પ્રવાસીઓ આકર્ષિત થઇ રહ્યા છે. આ ફેસ્ટિવલનો હેતુ કુદરતી સંપદાને કલા સાથે જોડવાનો અને કલા દ્વારા હિમાલયની ઇકોલોજીને બચાવવાનો છે. સ્થાનિક કલાકારો સહિત દેશના વિવિધ ભાગોમાંથી કલાકારો, રશિયન અને નેપાળી કલાકારો, સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ સાથે, ઉત્સવમાં ભાગ લેવા માટે એકઠા થયા છે. આ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે કલા સાથે જોડાવા અને કલાકારો માટે ભાવિ રોજગારની તકો માટે એક પ્લેટફોર્મ આપે છે.