જીએસટીના અધિકારી બની 12 લાખનો કર્યો તોડ- પોલીસે દબોચ્યા

0
161

જીએસટીના અધિકારીઓની ધાક કેવી છે, તેનો અંદાજો સુરતમા બનેલી ઘટનાથી લગાવી શકાય છે,જ્યાં ત્રણ લોકો જીએસટીના નકલી અઘિકારી બનીને વેપારી પાસેથી 12 લાખ રુપિયા પડાવી લીધા,, આ તો વેપારીઓ જીએસટીમાં તપાસ કરી તો ખબર પડી કે આવા કોઇ અધિકારી છે જ નહી, ત્યારે વેપારીએ પોલીસને જાણ કરી અને પોલીસે ત્રણેયને પકડી લીધા,,ઘટના સુરતના બોમ્બે માર્કેટની છે,જ્યાં ધીરેન્દ્ર પુરોહિતની દુકાન છે, ત્યાં 30 માર્ચે કેટલાક લોકો આવ્યા અને જીએસટીના અધિકારીની ઓળખ આપી 80 લાખ રુપિયા જીએસટીનુ બાકી હોવાનુ કહ્યુ અને પતાવટ માટે રુ 12 લાખ માંગ્યા સાથે ડરાવવા અને ધમકાવવા લાગ્યા, અને 12 લાખ લઇને ફરાર થઇ ગયા છે પણ પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી લીધી છે,