લુણાવાડા એપીએમસીમાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ  

0
536

બજાર કરતાં વધુ ભાવ મળતા મહીસાગરના ખેડૂતો આનંદિત

ચણાની ટેકાના ભાવે ખરીદીમાં બજાર કરતાં ૧૫૦ રૂપિયા વધુ ભાવ મળતા લુણાવાડા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી લુણાવાડા એપીએમસી ખાતે તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં કુલ 834 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચણાના ખેડૂતોને બજારમાં 900થી 920ની આસપાસના ભાવ પ્રતિ મણ મળી રહ્યા છે. ત્યારે ટેકાના ભાવે ખેડૂતોને રૂપિયા 5335 ક્વિન્ટલના તેમજ 1067 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળતા બજાર કરતા ખેડૂતોને પ્રતિ મણ પોષણયુક્ત ભાવ મળતા જગતનો તાત ખુશ છે