યુવરાજસિંહના વધુ રિમાંડ થયા મંજુર

0
193

તોડ્કાંડ કેસના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાના વધુ બે દિવસના રિમાંડ મંજુર થયા છે.પહેલી મે એટલે કે સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીના યુવરાજસિંહના રિમાંડ મંજુર થયા છે. ભાવનગર ફાસ્ટ્રેક કોર્ટ દ્વારા યુવરાજસિંહના રિમાંડ મંજુર કરવામાં આવ્યા છે. 22 એપ્રિલે કોર્ટે તેમના 7 દિવસના રિમાંડ મંજુર કર્યા હતા જે પુરા થયા બાદ તેમને ભાવનગરની ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

એક કરોડ રૂપિયાની ખંડણી માંગવા માટે યુવરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ યુવરાજસિંહ જાડેજાના સાત દિવસીય રિમાંડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં આ કેસમાં પોલોસે 73 લાખ 50 હજાર રૂપિયા રીકવર કર્યા છે.બાકીના રૂપિયા રીકવર કરવા માટે પોલીસ હજુ પણ સતત તપાસ કરી રહી છે. જોકે પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાંડની માંગ કરવામાં આવી હતી. જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ