લુણાવાડાની વેદાંત નર્સીંગ કૉલેજ દ્વારા અનોખો પ્રયાસ
વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. તેનો હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેની સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો છે.દર વર્ષે, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સમસ્યાઓ વિશે જાગૃતિ વધારવા માટે WHO ના નેતૃત્વ હેઠળ વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં પણ વિશ્વ આરોગ્ય દિવસને અનુલક્ષી જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે લુણાવાડાની વેદાંત નર્સીંગ કૉલેજ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ જે નગરના વિવિધ માર્ગો પર ફરી આરોગ્ય પ્રત્યે જનજાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ રેલી જનરલ હોસ્પિટલ લુણાવાડા થી ચારકોશિયાનાકા સુધી જઇ પરત ફરી હતી ત્યારબાદ કૉલેજના વિધ્યાર્થીઓએ સમાજનો દરેક વ્યક્તિ સ્વસ્થ બને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને વ્યસન મુક્ત બને તેવા પ્રેરક સંદેશ સાથે નુક્કડ નાટક રજૂ કર્યું હતું. આ રેલીમાં કૉલેજના પ્રાધ્યાપકો સહિત સ્ટાફ અને વિધ્યાર્થીઓ જોડાયા હતા