ભરૂચ :  બે-બે સંતાનોનો પિતા રેન બસેરામાં વસવાટ કરવા કેમ બન્યા મજબૂર ?

0
147
ભરૂચ
ભરૂચ

ભરૂચ :  માનવી જયારે માનવતા ભૂલે ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા હોય છે. પેટને કાપીને જે માં-બાપ પોતાના છોકરાનું જતન કરે છે, એજ છોકરા જયારે કછોરું બને ત્યારે માં-બાપની હાલત કફોડી બનતી હોય છે, આવી જ એક હૃદયદ્રાવક ઘટના ભરૂચમાં બની છે. બે – બે સંતાનોનો પિતા આજે સરકારી રેનબસેરામાં જીવવા મજબુર બન્યો છે.

ભરૂચ

ભરૂચ : માતા પાસે છળકપડથી કરાવી સહી, બરોબર વેચ્યું મકાન

વાત છે ભરૂચના દિનેશભાઈની, આખી જીંદગી મજુરી કામ કરી પેટીયું રડી બે બે છોકરા મોટા કર્યા, બે છોકરામાંથી મોટા છોકરાના લગન પણ ધામધૂમથી કરાવ્યા, પરંતુ એક પગે અપંગ પિતાની સેવા કરવાને બદલે છોકરો પોતાની પત્ની સાથે અલગ રહેવા ચાલ્યો ગયો, બીજી બાજુ નાનો છોકરો પણ દારૂના રવાડે ચઢી માતા-પિતા સાથે પોતાનું પણ જીવન પણ બરબાદ કરી રહ્યો છે, આ બંને દુ:ખ ઉપર હજુ પહાડ તૂટવાનો બાકી હતો તેમ છોકરાઓએ માતાને ફોસલાવીને છળકપટથી મકાનના કાગળો પર સહી કરાવી મકાન વેચી માર્યું.

ભરૂચ

સમગ્ર વાતની જાણ થતા માં બાપના માથે જાણે આભ તૂટી પડ્યું, આખી જીંદગી મહેનત મજુરી કરીને બનાવેલું મકાન એક ઝટકામાં હાથમાંથી જતું રહ્યું. આજે એક પગે અપંગ દિનેશભાઈ ભરૂચની રેન બસેરામાં જીવવા મજબૂર બન્યા છે. આમ તો દિનશભાઈને રેન બસેરામાં સારી સુવિધા મળતી હોવાનું જણાવે છે, પરંતુ પોતાના બે-બે સંતાનો હોવા છતા રેન બસેરામાં જીવવું અંદરથી હૃદયને કોરીતો ખાતું જ હશે.

     

ભરૂચ

 રેન બસેરામાં વસવાટ કરતા દિનેશભાઈ સાથે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે મુલાકાત કરી હતી, અને તેમની વ્યથા સાંભળી હતી, આ સમગ્ર કહાની તમારા સુધી વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે પહોંચાડી છે.                  

તમે આ પણ વાંચી શકો છો

અરવલ્લી : જુજ જમીન વિવાદે માનવતા ભુલાવી ! 4 દિવસ સુધી વૃદ્ધ મહિલાના કોઈએ ન કર્યા અંતિમ સંસ્કાર