HomeDeshપ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. કર્ણાટક વિધાન સભાની ચૂંટણી માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે કર્ણાટકના બેલગાવી પહોંચ્યા હતા.પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. બેલગાવીના ખાનપુરમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘ભાજપ ખોટા વચનો આપે છે અને તેને ક્યારેય પૂરા કરતી નથી પરંતુ કોંગ્રેસ તેના તમામ વચનો પૂરા કરે છે’. કોંગ્રેસે હંમેશા લોકોના ભલા માટે કામ કર્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીનું કામ જોયું જ હશે અને તમને બધાને વિશ્વાસ છે કે અમે જનતા માટે કામ કરીશું.વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments