દેવરહા બાબા : રાજીવ ગાંધીને કહ્યું હતું રામ મંદિરની કરો પ્રાણ પ્રતિષ્ઠા, કોંગ્રેસ ચુકી ગઈ મોકો  

0
438
દેવરહા બાબા
દેવરહા બાબા

દેવરહા બાબા :  રામમંદિરમાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવેલા આમંત્રણની સાથે એક સંકલ્પ નામક બુકલેટ પણ આપવામાં આવી છે. તેમાં રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા સંતો અને લોકોનાં ફોટોઝ અને જાણકારી આપવામાં આવી છે. જેમાં એક મહાનરામભક્ત સંત દેવરહા બાબાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આજે આપને દેવરહા બાબા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે થયેલી મુલાકાત વિશે જાણીશું….    

Capture 34

અયોધ્યામાં રામમંદિર ઉદ્ઘાટન અને રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મુખ્ય લોકોને મોકલવામાં આવેલ આમંત્રણ પત્રક જોવા મળ્યું છે. તેમાં રામલલા અને ભવ્ય રામમંદિરનાં ફોટો છાપવામાં આવ્યાં છે. આમંત્રણ પત્રિકાની સાથે ‘સંકલ્પ’ નામક એક બુકલેટ પણ આપવામાં આવી છે. આ બુકલેટમાં 1528થી 1984 દરમિયાન રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા સંતો અને કોર્ટની કાર્યવાહીમાં સામેલ લોકોનાં ફોટોઝ અને જાણકારી આપવામાં આવી છે. બુકલેટમાં મહાન સંત દેવરહા બાબાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણને લઈને ભવિષ્યવાણી કરી હતી, અને એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ રામ મંદિર નિર્માણ કરાવવા સલાહ પણ આપી હતી..    

બાબા

દેવરહા બાબા : હિંદુ વોટ બેંક માટે રાજીવ ગાંધી બાબા દેવરાહના શરણે પહોંચ્યા હતા

તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર બોફોર્સની તલવાર લટકતી હતી. શાહબાનો કેસથી રાજીવ ગાંધી પર મુસ્લિમ તુષ્ટીકરણના આરોપો લાગ્યા હતા. 1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધી માટે હિંદુ વોટબેંક ખૂબ મહત્ત્વની હતી. ત્યારે આ સમયે હિંદુ વોટ બેંક માટે રાજીવ ગાંધી બાબા દેવરાહના શરણે પહોંચ્યા હતા જ્યાં રાજીવ ગાંધીને રામ મંદિરનો શિલાન્યાસનો આદેશ ઉત્તરપ્રદેશના સિદ્ધ સંત કહેવાતા દેવરહા બાબાએ કર્યો હતો .ત્યાં સુધી કે રાજીવ ગાંધીએ પોતાના ચૂંટણીપ્રચારની શરૂઆત પણ અયોધ્યાથી કરી હતી.

B3b1AnRCYAAPMXN edited

આખરે મંદિરનો શિલાન્યાસ થયો. દલિત સમુદાયમાંથી બિલોંગ કરતાં કામેશ્વર ચૌપાલના હસ્તે શિલાન્યાસની પ્રથમ ઇંટ મૂકવામાં આવી. અયોધ્યામાં એ દિવસે અંદાજે ‘વિશ્વ હિન્દુ પરિષદ’ અને ‘બજરંગ દળ’ના 10,000 જેટલા કાર્યકરો એકત્રિત થયા અને બાબરી-મસ્જિદ પાસે શિલાન્યાસનું અનુષ્ઠાન કર્યું. મંદિર-શિલાન્યાસને કારણે ‘હિન્દુ મંદિર આંદોલન’માં ઉત્સાહનો પ્રાણ ફૂંકાયો.

33 વર્ષ પહેલાં કરી હતી ભવિષ્યવાણી


આ એ જ બાબા છે કે જેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે મંદિર બધાની સહમતિથી બનશે.  નિર્માણમાં કોઈ વિધ્ન નહીં આવે, રામાનુજ પરંપરાનાં વાહક, દિવ્ય તેમજ ઉચ્ચ આધ્યાત્મિક શક્તિઓથી ઓતપ્રોત પૂજ્ય દેવરહા બાબા, વર્ષ 1989નાં પ્રયાગ મહાકુંભનાં અવસર પર વિશ્વ હિંદૂ પરિષદ દ્વારા આયોજિત સંત સમ્મેલનમાં પહોંચ્યાં હતાં. તેમણે ઘોષણા કરી હતી કે VHP મારી આત્મા છે અને મારી સહમતિથી શ્રીરામ જન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું છે”

તમે આ પણ વાંચી શકો છો

500 વર્ષથી આ રાજપૂતોએ રામ મંદિર માટે લીધેલી છે અનોખી પ્રતિજ્ઞા