ઝારખંડના દેવઘરમાં મોટી દુર્ઘટના,પાંચ લોકોના મોત

0
71
ઝારખંડના દેવઘરમાં મોટી દુર્ઘટના,પાંચ લોકોના મોત
ઝારખંડના દેવઘરમાં મોટી દુર્ઘટના,પાંચ લોકોના મોત

ઝારખંડના દેવઘરમાં મોટી દુર્ઘટના

કાર પુલ પરથી પાણીમાં ખાબકી

એક જ પરિવારના પાંચ લોકોના મોત

ઝારખંડના દેવઘરમાં એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. મંગળવારે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આખો પરિવાર કારમાં ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે કાર પુલ પરથી નીચે પડી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે પરિવારનો એક સભ્ય સેલ્ફી લેતી વખતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ યુવક વ્યવસાયે એન્જિનિયર હતો. સેલ્ફી લેતી વખતે તેણે કાર ચલાવવાનું શરૂ કર્યું અને આ દરમિયાન તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો. બસ પછી શું. એક ભયાનક અકસ્માત થયો જેમાં પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

એવી આશંકા છે કે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી, અને નહેરમાં પડી હતી ગ્રામજનોની નજર પડતાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી

ઘટનાની માહિતી મળતા જ ચિત્રા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજીવ કુમાર સાદલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ કારને બહાર કાઢવામાં આવી હતી . આ પછી, તમામ મૃતદેહોને પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે દેવઘર સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.