મહારાષ્ટ્રમાં ગરમાવો ! પંકજા મુંડેએ કહ્યું હું રાજકીય યુધ્ધના મેદાનમાં ઉતરીશ

0
211
પંકજા મુંડેએ કહ્યું હું રાજકીય યુધ્ધના મેદાનમાં ઉતરીશ
પંકજા મુંડેએ કહ્યું હું રાજકીય યુધ્ધના મેદાનમાં ઉતરીશ

ભાજપના નેતા પંકજા મુંડેએ મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં સાવરગાંવ ખાતે દશેરા ઉત્સવમાં ભાગ લીધો હતો. તેમના સંબોધનમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં ડ્રગ્સના જોખમ અને મરાઠા આરક્ષણ સહિતના ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમને કહ્યું કે લોકોએ નિરાશાનો સામનો કરવાની તાકાત ઘુમાવી દીધી છે . ભાજપના નેતા પંકજ મુંડાએ કહ્યું કે હું ઘરે બેસી નહિ રહું અને ટૂંક સમયમાં જ રાજકીય યુધ્ધના મેદાનમાં ઉતરીશ. પંકજ મુંડાએ કહ્યું કે રાજ્યમાં તેમની શિવ શક્તિ યાત્રા દરમિયાન લોકોએ અભૂતપૂર્વ સાથ સહકાર આપ્યો. જયારે મારી સુગર મિલમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે લોકોએ મારી માટે 11 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ હું આ રૂપિયા લઈશ નહિ. જે લોકો ફાળો આપે છે તેમના હું આશીર્વાદ લઈશ. શું આજે ખેડૂતો ખુશ છે ? શું પાક વીમો અને સરકારી સહાય મળે છે ? તમને જણાવી દઈએ કે પંકજા મુંડે દ્વારા ચલાવવામાં આવતા સુગર ફેક્ટરી પર આ વર્ષના શરૂઆતમાં કથિત કરચોરી માટે GSTના દરોડા પાડવામાં આવ્યા હતા. પંકજ મુંડેએ જણાવ્યું કે આજે રાજ્ય ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. મરાઠા આરક્ષણનો મુદ્દો ગંભીર છે. ઓ.બી.સી. સમાજના મનમાં અનેક પ્રશ્નો થઇ રહ્યા છે. સમાજને આશાઓ છે. પણ હવે નિરાશાનો સામનો કરવાની તાકાત ગુમાવી દીધી છે.

પંકજા મુંડે એ કહ્યું કે પ્રથમ ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે તેમને ગામડાઓમાં સારા રસ્તાઓ, અને કચેરીઓનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. અને ગામડાની સમસ્યાઓને ઉકેલ લાવતી વખતે જોયું નથી કે કયો સમાજ છે કે કયા સમાજના લોકો તેમની પાસે કામની અરજી લઈને આવ્યા છે તમામ સમાજના લોકોને આવકાર આપીને તેમનું કામ કરવાના પ્રયત્નો કર્યા છે. દશેરા રેલી દરમિયાન ભાજપ સાંસદ અને તેમની બહેન પ્રીતમ મુંડે પણ કાર્યક્રમમાં હાજર હતા.

અપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની દીકરી પંકજ મુંડેએ કહ્યું કે ભલે હું પાછલી ચૂંટણી હારી ગઈ પરંતુ મારું અપમાન થાય તેવું ક્યારેય વિચાર્યું ન હતું. રાજકારણમાં હાર અને જીત તો હોય છે પરંતુ રાજકીય કાવાદાવાઓથી રાજનેતાને લોકોની વચ્ચેથી દૂર ન કરી શકે . સાંકેતિક ભાષામાં રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કરીને તે બતાવવાનો પ્રયત્ન કર્યો કે હું નિરાશ થયા વિના ફરી રાજકીય મેદાનમાં ઉતરીશ અને મારા કાર્યકર્તાઓને નિરાશ નહિ કરું .