HomeDeshકાનપુરમાં ચાર દિવસ બાદ આગ કાબૂમાં આવી

કાનપુરમાં ચાર દિવસ બાદ આગ કાબૂમાં આવી

૨૫૦૦ કરોડ રૂપિયાનું કપડું બળીને ખાખ

કાનપુરના બાંસમંડીના પાંચ કોમ્પ્લેક્સમાં ગુરુવારે રાત્રે લાગેલી આગ પાંચ દિવસ બાદ કાબૂમાં આવી હતી. હમરાજ કોમ્પ્લેક્સના પાછળના ભાગમાં સુપર હમરાજ અને હમરાજ ફેઝ-2માં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ જાણવા મળ્યું હતું કે લગભગ 550 વધુ દુકાનોમાં પણ આગ લાગી હતી. સવારે એઆર ટાવરના ચોથા માળના પાછળના ભાગમાં ફરી આગ ભભૂકી ઉઠી હતી. તેને બુઝાવવામાં કલાકો લાગ્યા હતા. કુલ પાંચ કોમ્પ્લેક્સની 800 દુકાનોમાંથી 600 દુકાનો સળગી ગયાની માહિતી બહાર આવી છે. અને ૨૫૦૦ કરોડ રૂપિયાનું કપડું બળીને ખાખ થયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments