આતંકી હુમલો : આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો. આ પહેલા લગભગ 3.45 કલાકે થયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થયાના સમાચાર હતા. બાદમાં આ આંકડો વધીને પાંચ થઈ ગયો. આ દુર્ઘટનામાં 2 જવાન પણ ઘાયલ થયા છે. જેમની સ્થિતિ હાલ ગંભીર છે. હજુ સર્ચ ચાલુ છે.
જમ્મુ કાશ્મીરમાં સેના પર મોટો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરમાં રાજોરીમાં સેનાના વાહન પર આતંકી હુમલો
આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ
બુધવારથી અહીં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે અથડામણ થઈ હતી. શહીદ થયેલા બે જવાનોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી તે વાતને નકારી શકાય તેમ નથી. એવી પણ શક્યતા છે કે આતંકવાદીઓએ જવાનોને શહીદ કર્યા અને તેમના હથિયારો લૂંટી લીધા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો થાનામંડી-સુરનકોટ રોડ પર ડેરા કી ગલી (DKG) નામના વિસ્તારમાં થયો હતો. સૈનિકોને લઈને આ વાહનો સુરનકોટ અને બાફલિયાજ જઈ રહ્યા હતા, જ્યાં સુરક્ષા દળોએ બુધવારે રાત્રે આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના આજે ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોનો સંપર્ક કરવામાં સફળ રહી હતી, ત્યારબાદ અહીં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવી રહ્યા હતા.

એક મહિનાથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ ત્રીજો આતંકી હુમલો છે. આ પહેલા 22 નવેમ્બરે રાજૌરીમાં એન્કાઉન્ટરમાં 5 જવાનો શહીદ થયા હતા.જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું- પુંછમાં સેનાના વાહન પર હુમલાની યોજના પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જે સકારાત્મક ફેરફારો થયા છે તેના આ વર્ણનને આતંકવાદીઓ બદલવા માગે છે.
અમે સતત અપડેટ કરી રહ્યા છીએ
તમે આ પણ વાંચી શકો છો
corona : દેશમાં સૌથી વધુ કોરોના કેસોમાં ગુજરાત 4 ક્રમે