પાકિસ્તાને તો હદ કરી ! ચૂંટણી પ્રચારમાં ભીડ ભેગી કરવા સિંહને લઈને આવ્યા નેતા

0
174
પાકિસ્તાન
પાકિસ્તાન

તમે ચૂંટણી પ્રચારમાં પબ્લિકને ભેગી કરવા ડાન્સર જોયા હશે, DJ સાઉન્ડ જોયું હશે, વધુમાં વાત કરીએ તો તમે બોલીવુડની સ્ટાર હસ્તીઓને પ્રચારમાં ભીડ ભેગી કરવા લાવવામાં આવ્યા હશે, પરંતુ શું તમને ખબર છે પાકિસ્તાનમાં પ્રચાર માં ભીડ ભેગી કરવા સિંહ અને વાઘને લાવવામાં આવ્યા છે, જેને જોવા અને સેલ્ફી પડાવવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.         

પાકિસ્તાન

પાકિસ્તાનમાં હાલમાં સામાન્ય ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સત્તામાં આવવા માટે પ્રબળ દાવેદાર મનાતી નવાઝ શરીફના નેતૃત્વવાળી પાર્ટી PMLN સતત રેલીઓ કરી રહી છે. નવાઝ શરીફની સાથે તેમની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પાકિસ્તાનના સૌથી વરિષ્ઠ રાજનેતાઓમાંના એક નવાઝ શરીફની મંગળવારે લાહોરમાં રેલી હતી, આ રેલીમાં કંઈક એવું બન્યું જેની ચર્ચા માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં થઈ રહી છે. આ રેલીમાં એક સિંહ અને વાઘને પણ લાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાન

મંગળવારે લાહોરમાં નેશનલ એસેમ્બલીની સીટ-130 પર પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની ચૂંટણી રેલી હતી. આ રેલીમાં એક સિંહ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નવાઝ શરીફ અને મરિયમની આ જાહેર રેલીમાં એક વાસ્તવિક પાંજરામાં બંધ સિંહ લાવવામાં આવ્યો હતો. આ સિંહને એક ગાડીમાં લાવવામાં આવ્યો હતો, તેને જોવા માટે દર્શકોની ભીડ ઉમટી પડી હતી. સિંહને રેલીમાં લાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ એટલે કે પીએમએલ-એનનું ચૂંટણી ચિન્હ સિંહ છે. આવી સ્થિતિમાં પાર્ટીના કાર્યકરો રેલીમાં અસલી સિંહને લઈને આવ્યા હતા.

પાકિસ્તાન : નવાઝ શરીફ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે

પાકિસ્તાન

પાર્ટીના કાર્યકરોમાં  ઉત્સાહ હતો કારણ કે નવાઝ શરીફ 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં N-130 બેઠક પરથી ઉમેદવાર છે. સિંહ પીએમએલએનનું ચૂંટણી પ્રતીક છે અને નવાઝ શરીફ માટે ‘કૌન આયા, શેર આયા’ જેવા નારા પણ પાર્ટીના કાર્યકરોમાં ખૂબ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે મંગળવારની રેલીમાં માત્ર સિંહ જ નહીં પરંતુ એક વાઘને પણ લાવવામાં આવ્યો હતો પરંતુ લાવવામાં આવતા વાઘને ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ રેલીમાં સિંહનો સમાવેશ કરવામાં આવ્યો હતો, લોકોએ પાંજરામાં સિંહ સાથે ખૂબ ફોટોગ્રાફ્સ લીધા હતા.

ચોથી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે નવાઝ શરીફ આ ચૂંટણીમાં પૂરો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવનાર ઈમરાન ખાન હાલમાં જેલમાં છે અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પણ બહુ મજબૂત દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં આ ચૂંટણીમાં નવાઝ શરીફની જીતની શક્યતાઓ વધારે માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ શરીફ આ ચૂંટણીમાં સેનાના પણ ફેવરિટ છે અને તેથી જ તેમના માટે વસ્તુઓ સરળ દેખાઈ રહી છે.

તમે આ પણ વાંચી શકો છો

ભગવાન રામલલાની મૂર્તિ હસી પડી !! વિડીઓ જોયો કે નહિ ? જાણો શું છે હકીકત