HomeAhmedabadતલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલે માહિતી આપી

તલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલે માહિતી આપી

દરેક જિલ્લાએ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી : હસમુખ પટેલ

ગુજરાતભરમાં 7 મે ના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું છે કે, “દરેક જિલ્લાએ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્રણ જિલ્લાઓને બાદ કરતા દરેક જિલ્લામાં પરીક્ષા છે. પરીક્ષા માટે સ્ટાફની નિમણૂંક થઈ ગઈ છે, તેમજ તાલીમ પણ અપાઈ ગઈ છે. મુખ્ય સચિવે પણ સમીક્ષા બેઠક કરી લીધી છે. પરીક્ષા સારી રીતે યોજાય તે માટે તંત્ર તૈયાર છે. પોલીસ અને રાજ્યના ઈન્ટેલિજન્ટની આ પરીક્ષામાં ગેરરીતિ મામલે તેમજ અસમાજિક તત્વો સામે ચાંપતી નજર રાખી રહ્યું છે. ડમી ઉમેદવાર હોય તો તેને કઈ રીતે પકડવું તેની પોલીસને તાલીમ પણ આપી છે, તેમજ વર્ગખંડ નિરીક્ષક પણ ઉમેદવારો ગેરરીતિ ન કરે તે માટે ચાંપતી નજર રખાશે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments