YRF Spy Universe : વોર ફ્રેન્ચાજીમાં શાહરૂખ ખાન ઉપરાંત રિતિક રોશન પણ હવે સલમાન ખાનની સાથે સ્પેશિયલ કેમિયો કરતા જોવા મળશે. સુત્રો અનુસાર આદિત્ય ચોપરાની YRF સ્પાય યુનિવર્સ (#YRFSpyUniverse)નો ટાઇગર ફિલ્મનો આ પાર્ટ ૩ છે, જે ‘યશ રાજ ફિલ્મ્સ’ના બેનર હેઠળ રીલીઝ થવાની છે. માહિતી અનુસાર, ટાઈગર 3 (#Tiger3) માં રિતિક રોશન પણ અભિનય કરશે, રિતિક પોતાની કબીરની આઇકોનિક ભૂમિકાને ફરીથી ભજવશે. તેના સિવાય શાહરૂખ ખાન પણ પઠાણ તરીકે ટાઈગર 3 નો ભાગ બનશે.
અત્યાર સુધી આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી રહી છે કે રિતિક રોશન (#HrithikRoshan) પણ Tiger 3 માં છે. નિર્માતાનો પ્લાન કરી રહ્યા છે કે, થિયેટરમાં દર્શકો કબીર (#Kabir)ને અચાનક સ્ક્રીન પર જોઈને અચરજ પામે અને રીએક્ટ કરે.

ટાઇગર 3 (Tiger 3)માં હૃતિક રોશન :
ભારતના ત્રણ સુપેર સ્ટાર – સલમાન ખાન, શાહરૂખ ખાન અને રિતિક રોશન – આ ત્રણેય જે YRF Spy Universe ના ભાગ છે, હવે તેઓ આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ તેમના ચાહકો માટે જશ્ન મનાવવા જેવી ખુશી છે. YRF Spy Universe ની નવી શરૂઆત થઇ રહી છે તે રિતિક રોશન (#HrithikRoshan) ના કીમિયોથી સાબિત થઇ રહ્યું છે. ફિલ્મની ટીમ દ્વારા એ વાતને રહસ્યમય રીતે સંતાડવામાં આવી રહી છે કે આ ત્રણેય સુપર સ્ટાર કેવી રીતે અને શું ભૂમિકામાં જોવા મળશે.
YRF Spy Universe – ચાહકોની પ્રતિક્રિયા :
શાહરૂખ ખાનની પઠાણ એ YRF Spy Universe ના બ્રહ્માંડની પહેલી ફિલ્મ હતી, જે એકબીજા સાથે જોડાયેલી હતી. આ ફિલ્મમાં સલમાન અને શાહરૂખ (Salman & Shahrukh) સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા.
હૃતિક Tiger 3 (#Tiger3) માં જોવા મળશે તે સમાચાર પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે X પર લખ્યું, “આશા છે કે અમે ત્રણેયને એક ફ્રેમમાં મેળશે.”. બીજાએ ઉમેર્યું, “અમે આ માટે તૈયાર નથી.”
Tiger 3 :
ટાઇગર 3 એ સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત ફિલ્મ છે, જેમાં એજન્ટ ટાઇગર અને ઝોયા તરીકે ઓનસ્ક્રીન તેઓ ફરી મળશે. ટ્રેલર જોઈને અંદાઝ લગાવી શકાય છે કે, ટાઈગર 3 એ સલમાનની ‘વ્યક્તિગત લડાઈ’ વિશે છે. દેશને બચાવવા ઉપરાંત, ઈમરાન હાશ્મી ટાઇગરનો એક નવો દુશ્મન છે, ટાઇગર-3 (Tiger 3) 12 નવેમ્બરે રિલીઝ થશે. ટિકિટનું એડવાન્સ બુકિંગ રવિવારથી શરૂ થશે.