ભૂકંપના કારણે નેપાળમાં તબાહી, ઈમારતો ધરાશાયી, 140થી વધુના મોત, બચાવ કામગીરી ચાલુ

1
102
Earthquake in Nepal
Earthquake in Nepal

Earthquake in Nepal : નેપાળમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા આ ભૂકંપની (#earthquake) તીવ્રતા 6.4 આંકવામાં આવી છે.

Earthquake in Nepal

નેપાળ (Nepal) માં આવેલા ભૂંકપની મહત્વપૂર્ણ માહિતી :

  • નેપાળમાં (Nepal) શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે નેપાળના જાજરકોટમાં ઘણા મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેથી ઘણું નુકસાન થયું છે. ભૂકંપ પછી આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં અનેક બહુમાળી ઈમારતોના તૂટેલા ભાગો અને અંદર રાખવામાં આવેલા ફર્નિચરના મોટા ટુકડાઓ વિખરાયેલા જોવા મળે છે.
  • ભૂકંપ બાદ થયેલી તબાહીના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ (viral videos) થઈ રહ્યા છે. આ ફોટામાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પોતાના પ્રિયજનોને કાટમાળમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહેલા પોલીસ અધિકારી સંતોષ રોકાએ જણાવ્યું હતું કે, “મકાનો ધરાશાયી થયા છે. લોકો તેમના ઘરોમાંથી બહાર આવી ગયા છે. હું ભયભીત રહેવાસીઓની ભીડમાં છું. અમે વિગતો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
  • જ્યારે બચાવ કામગીરી ચાલુ છે, ત્યારે અધિકારીઓને 190,000 લોકોના પહાડી જિલ્લા જાજરકોટ (Jajarkot district) અને દૂરના પહાડીઓમાં પથરાયેલા ગામો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
  • કરનાલી (Karnali) પ્રાંતના પોલીસ પ્રવક્તા ગોપાલ ચંદ્ર ભટ્ટરાઈએ એએફપીને જણાવ્યું હતું કે, જિલ્લાઓ દૂરના હોવાને કારણે માહિતી મેળવવાનું મુશ્કેલ બને છે. “નુકસાનને કારણે કેટલાક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, પરંતુ અમે વૈકલ્પિક માર્ગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
  • નેપાળે સર્ચ અને બચાવ કામગીરીમાં મદદ માટે સેના પણ તૈનાત કરી છે.
  • નેપાળના તમામ હેલી ઓપરેટરોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઘાયલોને એરલિફ્ટ કરવાની સુવિધા માટે નિયમિત ફ્લાઈટની અવરજવર સ્થગિત કરવામાં આવી છે.
  • નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલે (Pushpa Kamal) ભૂકંપના કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.
  • નેપાળ ભૌગોલિક રીતે (Nepal geographic) ભૂકંપ સક્રિય પ્રદેશમાં આવેલું છે, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો (Indian and Eurasian tectonic plates) અથડાય છે, હિમાલય સતત પરિવર્તન કરે છે અને વારંવાર ભૂકંપ આવે છે.
  • 2015માં નેપાળમાં આવેલા બે ભૂકંપમાં (#NepalEarthquake) લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા. જુના નગરો, સદીઓ જૂના મંદિરો અને અન્ય ઐતિહાસિક સ્થળો કાટમાળ બનીને રહી ગયા હતા અને 10 લાખથી વધુ ઘરો નામશેષ બનીને રહી ગયા હતા, જેનાથી નેપાળના અર્થતંત્રને (Nepal’s economy) $6 બિલિયનનો ખર્ચ થયો હતો.

1 COMMENT

Comments are closed.