અમદાવાદમાં બે દિવસ બાદ યલો એલર્ટ

0
261

42 ડીગ્રી તાપમાન જવાની સંભાવના

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ બે દિવસ બાદ તાપમાનનો પારો ઊંચકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં 42 ડીગ્રી તાપમાન થઇ શકે છે અને રાજ્યમાં ગરમી તાપમાનનો પારો ઊંચકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદની વાત કરીએ તો તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે . આગામી બે દિવસ બાદ શહેરીજનોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે ત્યારે તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે . તે ઉપરાંત ગરમીમાં ઢીલા કપડા તેમજ લૂ લાગવાની સંભાવના સામે યોગ્ય રીતે શરીરને ઢાંકીને બહાર નીકળવું અને યોગ્ય આહાર લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ