પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી.જેમાં સહકાર અને સહકારિકતા સેક્ટર માટે મોદી સરકારે મોટો નિર્ણય લેતા વિશ્વની સૌથી મોટી યોજનાને મંજૂરી આપી છે. આ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતિ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબેનેટની બેઠકમાં સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.