વર્લ્ડકપ -2023નો ધમાકેદાર પ્રારંભ થયો છે. સૌ કોઈની નજર છે અને ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ વચ્ચે રમાઈ રહેલી મેચ પર અને ક્રિકેટ રસિયાઓ બંને ટીમોને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર પહોંચ્યા છે. ત્યારે અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રિકેટ રસિકો, દેશ વિદેશના મહેમાનો આવનના શરુ ગઈકાલથી થયા હતા ત્યારે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ – 2023ના સ્વાગત માટે તૈયાર છે. ICC અને અમદાવાદ એરપોર્ટના સહયોગથી ડોમેસ્ટિક એરાઇવલ્સના ટર્મિનલ- 1 પર વર્લ્ડકપની 10 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી લાઈફ-સાઈઝ ટ્રોફી ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ક્રિકેટ વર્લ્ડકપ – 2023ના સમાપ્તિ સુધી અમદાવાદ આવતા વિશ્વભરના ક્રિકેટરસીકો માટે તે જીવંત વાતાવરણનો અનુભવ કરાવે છે. SVPI એરપોર્ટે પર મુસાફરો પ્રવાસની ઉપરાંત ટ્રોફી સાથે સેલ્ફી લઈ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉત્સાહને જીવંત અને યાદગાર બનાવી શકે છે આ ટ્રોફીની સાથે પ્રવાસીઓ સેલ્ફી લઈને રોમાંચક અનુભવ કરી રહ્યા છે. વલ્ડકપ -2023 ક્રિકેટ મેચને લઈને અમદાવાદીઓ વહેલી સવારથીજ તૈયાર હતા અને સ્ટેડીયમ બહાર પોતાના મિત્રો પરોવારો સાથે પહોંચ્યા છે. શહેરના તમામ માર્ગો જે સ્ટેડીયમ તરફ જઈ રહ્યા છે ત્યાં ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે પણ ટ્રાફિક તથા પાર્કિંગ અંગે વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ રમાવાની છે. જેમાં 5મી ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્યુઝિલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. પ્રેક્ષકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને 17 પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. આશરે ૮ હજાર કાર અને ૧૦ હજાર ટુ વ્હીલના પાર્કિંગની ક્ષમતા ધરાવતા પાર્કિંગ પ્લોટ માટે શો માય પાર્કિંગ એપથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી ચાર્જ ચૂકવી વાહનો પાર્ક કરવાના રહેશે. 5, 14 ઓક્ટોબર અને 4, 10 અને 19મી નવેમ્બરે સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી કેટલાક રૂટ બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. સુરક્ષાની દૃષ્ટિએ સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ તૈનાત રહેશે.

પ્રેક્ષકોની ભીડ વધુ રહેવાની શક્યતાને પગલે ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસને વધુ જવાનો પણ ફાળવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જે લોકો આડેધડ વાહનો પાર્ક કરશે તે વાહનો ટો કરવા માટે ટ્રાફિક પોલીસની આઠ જેટલી ક્રેઇન મૂકવામાં આવશે. સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવનાર લોકો બહારગામથી વાહનો લઇને આવે તે લોકોએ પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરવાના રહેશે. અમદાવાદના લોકો મેચ જોવા આવતા હોય તો તે લોકો મેટ્રો, BRTS કે AMTSનો ઉપયોગ કરે તેવી અપીલ છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો જેટલો મહત્તમ ઉપયોગ કરશે તેટલી સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહેશે. પોલીસે તો વ્યવસ્થા કરી જ છે છતાંય લોકોએ પણ ટ્રાફિક જામનો ભોગ બનવુ નહીં પડે.

આ ઉપરાંત અમદાવાદમાં આશરે ૩ હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત છે. જેમાં 1 ડીઆઇજી, 8 ડીસીપી, 12 એસીપી, 25 પીઆઇ, 68 પીએસઆઇ, 1631 કોન્સ્ટેબલ-હે.કો.-મહિલા કોન્સ્ટેબલ – કુલ 1743. આ ઉપરાંત ટ્રાફિક વિભાગના 1 જેસીપી ,3 ડીસીપી, 4 એસીપી, 9 પીઆઇ, 17 પીએસઆઇ, 1205 જેટલા કોન્સ્ટેબલ, હે.કો., એ.એસ.આઇ – કુલ 1200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે.