રસ્તે રખડતાં ઢોરને અટકાવવા હજી ધીરજ રાખવી પડશે : મ્યુનિ. કમિશનર

1
60
stray cattle
stray cattle

અમદાવાદમાં રખડતા ઢોર મામલે થયેલી કન્ટેમ્પટ પિટીશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, 1 સપ્ટેમ્બરથી રખડતા ઢોર મામલે અમલી બનેલી પોલિસીનું પરિણામ 90 દિવસમાં જોવા મળશે. જેના માટે તેઓ દરેક ઝોનલ અધિકારી તેમજ પોલીસ પર નિરીક્ષણ રાખી રહ્યા છે. આ ઉપરાંત કેટલા રખડતા ઢોર માલિકો સામે ફરિયાદ કરવામાં આવી? અને કયા પગલા લીધા તે અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો  છે. આ મામલે વધુ સુનાવણી 10 ઓક્ટોબરે હાથ ધરાશે.

M. Thennarasan Ahmedabad Municipal Corporation commissioner
M. Thennarasan – Ahmedabad Municipal Corporation commissioner

કમિશનરે કરેલા સોગંદનામામાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, 22 ટીમ રખડતા ઢોરને નિયત્રંણમાં લેવા 24 કલાક કામ કરી રહી છે. આ કામગીરીનું પરિણામ દેખાવા માટે થોડી ધીરજ રાખવી પડશે. દરેક ઝોનમાંથી ઢોરને રસ્તા પર આવતા બંધ કરવા માટે ઘણી ધીરજ માંગી લે તેવું કામ છે.

28 આસિસ્ટન્ટ કમિશનરને 48 વોર્ડના કોર્પોરેટરો સાથે સતત બેઠકો કરીને માર્ગદર્શન આપવાની જવાબદારી સોપવામાં આવી છે. અત્યાર સુધીમાં 54,574 રખડતાં ઢોર ઉપર RFID ટેગ લગાવાયા છે. આ ઉપરાંત પકડાયેલા ઢોરને છોડવા 3 હજાર દંડ વસુલવામાં આવ્યો છે, તેમજ ઢોર માલિક સામે ગુનો દાખલ કરાય છે.

2 13

ટેકનોલોજી દ્વારા ઢોર પકડવાની પ્રક્રિયા :

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોર્ટમાં રજૂઆત કરી છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેકનોલોજી દ્વારા રખડતા મવેસીયોને પકડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ લગાવેલી ઈકો સિસ્ટમ વડે ઢોરના ફોટા મેળવીને જે-તે સ્થળ પર ટીમ મોકલવામાં આવે છે. ઢોરને રાખવાની જગ્યા ન હોય તો ઢોર માલિકોને પાછી નહીં આપવાની પોલિસીના લીધે મોટાભાગના માલિકો ઢોર છોડાવવા આવતાં નથી.

દેશ, ગુજરાત અને અમદાવાદને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

ઠગ ઓફ મહેસાણા! ‘હેપ્પી લોન’ના નામે ગુજરાતના 26000 લોકો સાથે ઠગાઈ, ચીટરની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી

અમદાવાદમાં રોગચાળો વકર્યો

“સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉંમર સાબિત નથી કરતું” : બળાત્કાર કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી

અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ

બંગાળની ખાડી બગાડી શકે છે ભારત-પાક.ની મેચ ; અંબાલાલે ધોધમાર વરસાદની કરી આગાહી  

સરકારી કર્મચારીઓમાં આક્રોશ ચરમસીમાએ !.. ઠેર ઠેર વિરોધ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.